GamesGujarat

ગોધરાની સેંટ આર્નોલ્ડ સ્કૂલમાં ભવ્ય ચેસ સ્પર્ધા યોજાઈ

વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

ગોધરાની સેંટ આર્નોલ્ડ સ્કૂલમાં બાળકોના બૌદ્ધિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને અભ્યાસની સાથે-સાથે રમતગમત ક્ષેત્રે પણ પોતાની અદભુત બૌદ્ધિક પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓ માટે યોજાયેલી આ સ્પર્ધાને ઉંમરના આધારે અંડર-૧૦, અંડર-૧૪ અને અંડર-૧૭ એમ ત્રણ વિવિધ કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. આ સ્પર્ધામાં શાળાના ૧૨૫ થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખાસ કરીને અંડર-૧૪ કેટેગરીમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યેનો અદભુત રોમાંચ અને આકર્ષણ જોવા મળ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જાણીતા ચેસ નિષ્ણાત હસીન સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રેરક વક્તવ્ય દ્વારા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને ચેસની રમતમાં આગળ વધવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નિષ્ણાતના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં ચેસ માસ્ટર બનવાની નવી પ્રેરણા મેળવી હતી. દરેક બાળકોએ ખૂબ જ આનંદ અને ખેલદિલીપૂર્વક આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમના આ કૌશલ્યને શાળા પરિવાર અને ઉપસ્થિત વાલીઓએ પણ ખૂબ બિરદાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button