Gujarat

ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી બાયપાસ પાસે ઈલેક્ટ્રિક વાયર ભરેલી ટ્રક પલટી

ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી બાયપાસ ખાતે આવેલી જલારામ સ્કૂલ સામે આજે ઈન્દોરથી અમદાવાદ તરફ જઈ રહેલી એક ટ્રાન્સપોર્ટની ટ્રક અચાનક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે વ્યક્તિને ઈજા થવા પામી ન હતી, પરંતુ રસ્તા પર માલસામાન વિખેરાઈ જતા વાહનવ્યવહારને અસર પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતગ્રસ્ત ટ્રકમાં ઇલેક્ટ્રિક વાયરના મોટા બંડલો ભરેલા હતા. ટ્રક રોડ પર પલટી ખાતાની સાથે જ હાઈવે પર માલસામાન વિખેરાઈ ગયો હતો અને ટ્રકને પણ નુકસાન પહોંચ્યું હતું. રસ્તા વચ્ચે આ અકસ્માત સર્જાવાના કારણે થોડા સમય માટે હાઈવે પર અન્ય વાહનોની અવરજવર ધીમી બની ગઈ હતી.

આ ઘટનાની જાણ થતાં જ રોડ ખાતાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અધિકારીઓએ ટ્રાફિક નિયંત્રણમાં રહે અને અન્ય વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ત્વરિત પગલાં લીધા હતા. રોડ ખાતાની ટીમ દ્વારા સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી અકસ્માતગ્રસ્ત ટ્રકને હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવતા હાઈવે પરનો વાહનવ્યવહાર ફરીથી સામાન્ય અને રાબેતા મુજબનો બન્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button