Gujarat

ગોધરા તાલુકાના કાંકણપુરમાં રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે ભવ્ય રન ફોર યુનિટી કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે કાંકણપુર પોલીસ સ્ટેશન, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને નેહરુ યુવા કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે રન ફોર યુનિટી ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડૉ. મહેશભાઈ રાઠવા અને પંકજભાઈ પરમારે સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણના યોગદાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મહત્વ વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ ચાર કિલોમીટર લાંબી એકતા દોડ કાંકણપુર પોલીસ સ્ટેશનથી શરૂ થઈ બસ સ્ટેન્ડ રોડ, કોલેજ રોડ અને પેટ્રોલ પંપ થઈને રામજી મંદિર સુધી યોજાઈ હતી. આ યાત્રામાં પી.એસ.આઈ., ડૉ. મહેશભાઈ રાઠવા, પંકજભાઈ પરમાર, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર સાબતસિંહ પટેલ, નેશનલ ખેલાડી દશરથભાઈ તેમજ પોલીસ કર્મચારીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. સ્વયંસેવકો અને આગેવાન ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

દોડના સમાપન બાદ કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે સભા યોજાઈ હતી. પી.એસ.આઈએ યુવાનોને સંબોધતા જણાવ્યું કે એકતા જ આપણી સૌથી મોટી શક્તિ છે અને આ દોડ અખંડ ભારતના નિર્માણનો એક મજબૂત સંકલ્પ છે. અંતમાં ભારત માતા કી જય અને સરદાર પટેલ અમર રહેના ગગનભેદી નારા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button