શહેરામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૦ યુનિટ બ્લડ એકત્રિત કરાયું

સહકાર ભારતી પંચમહાલ જિલ્લા દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર દિન નિમિત્તે સહકાર ભારતી શહેરા તેમજ તાલુકા આરોગ્ય કચેરી શહેરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ ગોધરાના વિશેષ સહયોગથી આયોજિત આ કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કુલ ૭૦ બોટલ યુનિટ બ્લડ એકત્રીકરણ કરવામાં સફળતા મળી હતી.
આ બ્લડ ડોનેશન કેમ્પ પાછળનો મુખ્ય આશય સગર્ભા બહેનોને રેડ ક્રોસ ભવન ગોધરા ખાતેથી કોઈપણ મુશ્કેલી વિના સીધું જ બ્લડ મળી રહે તેવો માનવતાવાદી અને શુભ રહ્યો હતો. આ પ્રસંગે કેમ્પને સફળ બનાવવા માટે ડોક્ટર ભરતભાઈ ગઢવી તેમજ શહેરા આરોગ્ય કર્મચારીઓ, નીતિનભાઈ સોની, અરવિંદસિંહ સિસોદિયા અને અલ્પેશભાઈ કોઠારી સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.



